ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતના પહેલા સૂર્ય મિશન Aditya L1 ને અપડેટ સામે આવી રહ્યું છે. ઈસરો દ્વારા આ મિશનને 2 સપ્ટેમ્બરે શ્રી હરિકોટા ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઈ ઈસરોએ અપડેટ આપતા જણાવ્યું છે કે, સૂર્ય મિશન Aditya L1 એ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બીજી છલાંગ સફળતાપૂર્વક લગાવી છે. બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ના વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેરના ISTRAC/ISRO ગ્રાઉન્ડ સ્ટેશનોએ આ ઓપરેશન દરમિયાન Aditya L1ની સ્થિતિને ટ્રેક કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હવે આદિત્ય L1 282 km x 40225 km ની નવી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આગામી પાંચ દિવસમાં Aditya L1 પૃથ્વી સાથે સંબંધિત તેની ત્રીજી છલાંગ લગાવવાનો પ્રયાસ કરશે. આ માટે સમયગાળો 10 સપ્ટેમ્બરના રોજ રાતે 2.30 વાગ્યે હોય શકે છે.