ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચી ઉડાન ભરી છે. વાસ્તવમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન ‘પુષ્પક’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઈસરોના પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન પુષ્પકને શુક્રવારે સવારે લગભગ 7.10 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં મોટી સફળતા હાંસલ કરી હતી. વાહન સફળતાપૂર્વક રનવે પર લેન્ડ થયું હતું.