શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ) : ઇસરોનું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પી.એસ.એલ.વી.) શનિવારે બપોર ૧૧.૫૬ કલાકે અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટર ઉપરથી અંતરિક્ષમાં વહેતું મુકવામાં આવ્યું છે. આ માહિતી આપતા 'ઇસરો'એ જણાવ્યું હતું કે, ૪૪.૪ મીટર ઊંચુ આ રૉકેટ ૨૫.૩૦ કલાકના કાઉન્ટ ડાઉન પછી અંતરિક્ષ તરફ વહેતું મૂકાયું હતું.તે તેની નિશ્ચિત કક્ષામાં માત્ર ૧૭ મિનિટમાં જ પહોંચી ગયું હતું તેમ ઇશરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું. આ પછી વિજ્ઞાાનીઓ તેની ભ્રમણ કક્ષા નીચી કરવા પ્રયત્નો શરૂ કરશે. તે માટે બે કલાક લાગશે પરંતુ તેથી અન્ય કો-મેસેન્જર સેટેલાઇટસ જેઓ વિવિધ ભ્રમણકક્ષામાં ઘૂમી રહ્યા છે તેમને અવરોધ ન રહે.