ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નું બીજું લોન્ચ પેડ તામિલનાડુનાં પાદુક્કાપથુ, પલ્લાકુરીચી, માથવનકુરીચી એમ ત્રણ ગામ નજીક તૈયાર થશે. આ ત્રણેય ગામ તામિલનાડુના થુથુકુડી જિલ્લાના કુલસેખરપટ્ટીનમ તાલુકાનાં છે. નવું લોન્ચ પેડ ૨,૩૦૦ એકરના વિશાળ વિસ્તારમાં તૈયાર થશે.