ભારતના અંતરિક્ષ વિજ્ઞાાનીઓનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે. સ્પેસ ક્ષેત્રે મેળવેલી સિદ્ધીનું ઉદાહરણ તેઓએ ચંદ્રયાન-૩ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડીંગ કરાવ્યું તે છે, આ પૂર્વે ભારતે પહેલા જ પ્રયત્ને મંગળયાન સફળ રીતે મંગળ પર ઉતારી વિશ્વને ચકિત કરી દીધું હતું. અત્યારે ભારતનું સૂર્ય યાન સૂર્ય તરફ ગતિ કરી તેની ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ રહ્યું છે. ઇસરોના વિજ્ઞાાનીઓની સમગ્ર ટીમે ટીમ વર્ક દ્વારા આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેથી સમગ્ર ટીમને ૨૦૨૪નો જ્હોન એસ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર એનાયત કરાયો છે.