ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સાથે સમગ્ર દેશને એવી આશા હતી કે, ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનો સંપર્ક થઇ જાય, પરંતુ શનિવારના રોજ ચંદ્ર પર રાત શરૂ થવાને કારણે લગભગ તમામ આશા પૂરી થઇ ગઈ છે. ISROના ચીફ કે.સિવને પણ આજે કહ્યું હતું કે, વિક્રમ સાથે સંપર્ક નથી થઇ રહ્યો અને એજન્સીનું ધ્યાન હવે ભારતના સ્પેસ મિશન ગગનયાન પર છે. સિવનના આ સ્ટેટમેન્ટથી એવું માનવામાં આવે છે કે, હવે વિક્રમ સાથે સંપર્ક થવાની કોઇ સંભાવના રહી નથી.
આ સિવાય સિવને ઓર્બિટર વિશે કહ્યું હતું કે, ચંદ્રયાન 2 ઓર્બિટર સારું કરી રહ્યું છે. ઓર્બિટરમાં 8 ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એ જ કરી રહ્યું છે, જે તેમને કરવું જોઇએ.
NASAએ કર્યો ખુલાસો કેમ ન લઇ શક્યું તે ચંદ્રયાન-2ના લેન્ડરની તસવીરો...
ભારતનો ચંદ્રયાન-2 મિશન લગભગ ખતમ થઈ ગયો છે. ISRO એ પણ હવે લેન્ડર વિક્રમ જોડે સંપર્ક થવાની આશા છોડી દીધી છે. આ મિશનની છેલ્લી આશા NASA હતી. પણ હવે એવું લાગી રહ્યું છે કે, તેની પાસેથી પણ સારા સમાચાર મળે એમ નથી. NASA પણ લેન્ડર વિક્રમના ફોટા લેવામાં નિષ્ફળ રહ્યું.
બે દિવસ પહેલા સમાચાર મળેલા કે NASAનું સેટેલાઈટ LRO ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે અને બુધવારની રાતે એ ચંદ્રના એ ભાગ પર પહોંચશે જ્યાં લેન્ડર વિક્રમ લેન્ડ થયું છે. પણ હવે NASA કહે છે કે, તે તેના કેમેરા પહોંચની બહાર છે.