ISRO દ્વારા દેશી પરમાણુ ઘડિયાળનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઘડિયાળનો ઉપયોગ નેવિગેશન સેટેલાઈટમાં કરવામાં આવશે. નેવિગેશન સટેલાઈટ દ્વારા ચોક્કસ ડેટા મેળવવા માટે ઘડિયાળ મહત્વની સાબિત થવાની છે. અત્યાર સુધી ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ માટે યુરોપિયન એપોસ્પેસ પાસેથી પરમાણુ ઘડિયાળ ખરીદવી પડતી હતી. અમદાવાદસ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર તપન મિશ્રાએ માધ્યમોને જણાવ્યુ કે, સ્પેસ એપ્લિકેશન સેન્ટરે પરમાણુ ઘડિયાળ બનાવાઈ છે.