પૃથ્વીથી લઈને અંતરિક્ષ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે. સોમવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે, ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સ્પેસક્રાફ્ટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન સીરિઝનો એક ભાગ છે. ISRO આના દ્વારા મોનિટરિંગ અને નેવિગેશનના ક્ષેત્રમાં ક્ષમતા વધારવા માંગે છે. 2232 કિલોગ્રામનો ઉપગ્રહ (GSLV) શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લૉન્ચ પેડથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલની મદદથી ઉડાન ભરી હતી.