ઈસરોએ રવિવારે આ વર્ષનું તેનું સૌપ્રથમ મિશન સફળતાપૂર્વ લોન્ચ કરીને અવકાશમાં ફરી એક વખત ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી અમેઝોનિયા-૧ અને અન્ય ૧૮ ઉપગ્રહો લોન્ચ કર્યા હતા, જેમાં પાંચ ઉપગ્રહો વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. ઈસરોનું પોલર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ પીએસએલવી-સી૫૧ પીએમ મોદીની તસવીર અને ભગવદ્ ગીતાની ડિજિટલ આવૃત્તિ સાથે કુલ ૧૯ ઉપગ્રહોને લઈને સતિષ ધવન સ્પેસ કેન્દ્ર પરથી સવારે ૧૦.૨૪ કલાકે રવાના થયું હતું અને તેણે બધા જ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પૂર્વનિર્ધારિત જગ્યાઓ પર છોડયા હતા. વધુમાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે ખાનગી કંપનીઓ માટે અવકાશ ક્ષેત્ર ખોલ્યા પછી ઈસરોના વ્યાવસાયિક એકમ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિ. (એનએસઆઈએલ)નું આ સૌપ્રથમ વ્યાવસાયિક મિશન હતું.