ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વિત્ઝરલેન્ડના છે. સવારે 9.27 વાગે PSLV-C 45 રોકેટની મદદથી આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, 749 કિલોગ્રામનો એમિસેટ ઉપગ્રહ જે ભારતનો છે તે DRDOને ડિફેન્સ રિસર્ચમાં મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ ઈસરોનું એવું પહેલું મિશન છે જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઇટ સ્થાપિત કરશે. સૌથી પહેલા EMISATને તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ 504 કિમીની કક્ષા પર અન્ય 28 સેટેલાઇટ સ્થાપિત થશે. આ સમગ્ર મિશનમાં 3 કલાકનો સમય લાગશે.
નોંધનીય છે કે, આ પહેલા આ મિશન 12 માર્ચે લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ ખરાબ હવામાનના કારણે તેને 1 એપ્રિલ સુધી ટાળવામાં આવ્યું હતું.