ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર સંપૂર્ણપણે તૈયાર છે. ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર લેન્ડ થવામાં હવે ફક્ત 3 જ દિવસ બાકી છે. ચંદ્રયાન 3નું લેન્ડર 23 ઓગસ્ટે 2023ના રોજ સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે છે. આ દરમિયાન ચંદ્રયાન-3એ ચંદ્રની નવી લેટેસ્ટ તસવીરો મોકલી હતી.