ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ને અંતરિક્ષમાં ચોળાની વનસ્પતિ (જેને કાઉપી સીડ્ઝ કહેવાય છે) નાં બીજ ઉગાડવાના પ્રયોગમાં અદભુત સફળતા મળી છે. ઇસરોએ આ પ્રયોગ માટે કોમ્પેક્ટ રિસર્ચ મોડયુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડિઝ(સી.આર.ઓ.પી.એસ.--ક્રોપ્સ) નામના સાધનનો ઉપયોગ કર્યો હતો. ક્રોપ્સ સાધન વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર(વી.એસ.એસ.સી.) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.