Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર ટકેલી છે. ઈસરો દ્વારા સૂર્ય મિશન આદિત્ય-L1(Aditya L1)નું સફળ લોન્ચિંગ બાદ હવે તેના દ્વારા મોકલવામાં આવતા ડેટાને લઈ વિશ્વની મોટી મોટી એજન્સીઓ આંખ ટકાવીને બેઠી છે.  આ દરમિયાન ઈસરોએ તેના સૂર્ય મિશનને લઇ નવી માહિતી જાહેર કરી છે.  આદિત્ય-L1 મિશન વિષે અપડેટ આપતા તેમણે કહ્યું કે, સ્પેસક્રાફ્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. તે સતત સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરે તેમાં 16 સેકન્ડનો સુધારો કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં માર્ગ સુધારણા સંબંધિત ફેરફારો હતો, જેને ટ્રેજેક્ટરી કરેક્શન મેન્યુવર (TCM) કહેવામાં આવે છે. ISRO એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા ટ્રાન્સ-લેગ્રેંજિયન પોઈન્ટ 1 ઇન્સર્શન (TL1I) ને ટ્રેક કર્યા પછી મૂલ્યાંકન કરાયેલા પાથને સુધારવા માટે આ જરૂરી હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ