ISROએ આજે (16 ઑગસ્ટ) ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. જેમાં પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 અને એક નાનો સેટેલાઇટ SR-0 DEMOSAT લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બન્ને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.