ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી PSLV-C59/PROBA-3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ મિશન એક વાણિજ્યિક મિશન હતું, જેમાં ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) તરફથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું. PSLV-C59 રોકેટESA (યુરોપીય અંતરિક્ષ એજન્સી) ના PROBA-3 ઉપગ્રહને પોતાની નક્કી કક્ષામાં સ્થાપિત કરવા માટે મોકલી રહ્યું હતું.