ભારતના સૌથી ભારે રોકેટ LVM3-M2 OneWeb India-1 (LVM3 M2 / OneWeb India-1)નું મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઈસરોએ આ રોકેટ વડે 36 બ્રિટિશ ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. આ મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવાર અને રવિવારની રાત્રીએ 12.07 કલાકે લોન્ચ કરવામાં આવ્યું છે. સ્પેસ એજન્સીએ સવારે 01:42 વાગ્યે જાહેરાત કરી કે, “LVM3 M2 OneWeb India-1 મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તમામ 36 ઉપગ્રહોને તેના ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે. ઈસરોએ (ISRO) જણાવ્યું હતું કે યુકે સ્થિત ગ્રાહકના તમામ 36 બ્રોડબેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઈટ્સ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે.