ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ ગુરુવારે સ્પેડેક્સ મિશન (SpaDeX Mission) હેઠળ બે ઉપગ્રહોને અવકાશમાં ડોક કરવાનો ચોથો પ્રયાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ઈસરોના મતે, વૈજ્ઞાનિકોને આ પ્રયાસમાં સફળતા મળી છે. SpadeX મિશનની સફળતા પછી, ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. અવકાશ ડોકીંગમાં નિપુણતા ભવિષ્યના માનવ મિશન અને આંતરગ્રહીય મિશનમાં મદદરૂપ સાબિત થશે.