ઈસરોએ બુધવારે જણાવ્યું કે, ચંદ્રયાન-2નું લોન્ચિંગ આવતા અઠવાડિયે થઈ શકે છે. દરેક ટેક્નિકલ ખામી ઠીક કરી દેવામાં આવી છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ 21 જુલાઈ કે 22 જુલાઈએ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલાં ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈએ રાતે 2.51 મિનિટે કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ લોન્ચિંગ વેહિકલમાં ટેક્નીકલ ખામી આવવાના કારણે લોન્ચિંગની તારીખ ટાળવામાં આવી હતી.