ઇઝરાયેલમાં આતંકી સંગઠન હમાસના હુમલા પછી ધમાસાણ લડાઇ ચાલું છે. હમાસે દરિયાઇ, હવાઇ અને જમીન એમ ત્રણેય મોરચે હુમલાનો પ્લાન કર્યો હતો. હમાસ કેટલું ખતરનાક આતંકી સંગઠન છે એ તેના હુમલા પરથી દુનિયાને ખ્યાલ આવ્યો છે. સુયોજિત હુમલાનું કાવતરુ મહિનાઓ પહેલા ઘડાયું હોવાનું માનવામાં આવે છે. આતંકી સંગઠન હમાસની સ્થાપના ૧૯૮૭માં ગાજામાં થઇ હતી. ગાજા પેલેસ્ટાઇનનો જ એક વિસ્તાર છે. જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ગાજાને લઇને ખૂબ અથડામણ થઇ છે