ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ (Israel Gaza War) ભીષણ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના (Israel Hamas war Updates) ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં 1200થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા 338,934 પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત 24 કલાકમાં 30 ટકાની વૃદ્ધિ થઈ છે.