ઇઝરાયલ અને હમાસ છેલ્લા ત્રણ અઠવાડિયાથી એકબીજા પર બોમ્બમારો કરી રહ્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 9000ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) કહ્યું છે કે આ યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ તબક્કો ચોક્કસપણે લાંબો અને મુશ્કેલીઓથી ભરેલો હશે પરંતુ અમારી સેના પાછળ નહીં હટે. આ તો માત્ર શરૂઆત છે.