છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એકબીજા પર બોમ્બિંગ કરી રહ્યા છે. ઇઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે 5 સેકન્ડમાં 2 વિસ્ફોટ કર્યા હજુ સુધી મૃતકોની સંખ્યા સામે આવી નથી. મળતી માહિતી પ્રમાણે, હુમલો એ સમયે થયો હતો જ્યારે વોશિંગ્ટનમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ રહી હતી. ઇઝરાયલી હુમલા અંગે ટ્રમ્પે કહ્યું કે, તેમણે આત્મરક્ષાનો અધિકાર છે.આ પહેલા સોમવારે પેલેસ્ટાઈને તેલ અવીવમાં રોકેટથી હુમલો કર્યો તો, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા.
જવાબી કાર્યવાહી બાદ વ્હાઈટ હાઉસે કહ્યું કે, ઇઝરાયલે પેલેસ્ટાઈન હુમલાનો યોગ્ય અને બળપૂર્વક જવાબ આપ્યો. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે, ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. નેતન્યાહૂએ કહ્યું કે, તેઓ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને દેશ પરત ફરશે. તેમણે પ્રો-ઇઝરાયલ લોબી AIPACની વાર્ષિક કોન્ફરન્સને સંબોધિત કરવાનો કાર્યક્રમ પણ રદ કરી દીધો છે.