યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિન્કન મહિનાઓની વાટાઘાટો પછી યુદ્ધવિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા આ ક્ષેત્રમાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયેલે ગાઝા પર રવિવારે કરેલા હુમલામાં એક મહિલા અને તેના છ બાળકો સહિત ૨૪ લોકોના મોત થયા છે. અમેરિકા અને સહ-મધ્યસ્થીઓ ઈજિપ્ત તેમજ કતારે જણાવ્યું કે તેઓ દોહામાં બે દિવસની ચર્ચા પછી આ કરારને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે જ્યારે અમેરિકી અને ઈઝરાયેલી અધિકારીઓએ આ કરાર બાબતે વધુ આશાવાદ ન દર્શાવીને સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. હમાસે દાવો કર્યો છે કે ઈઝરાયેલ નવી માગણી કરીને વારંવાર વાટાઘાટો ભંગ કરતું હોવાથી તેઓ પ્રતિકારની તૈયારી કરી રહ્યા છે.