ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો હવાઈસંઘર્ષ યુદ્ધમાં ફેરવાય તેવી દહેશત સર્જાઈ છે. ઈઝરાયેલે સરહદે સૈન્ય તૈનાત કરી દીધું હોવાથી હવે બંને પક્ષે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. યુદ્ધની ભીતિ વચ્ચે ગાઝા પટ્ટી નજીક રહેતાં લોકોએ સ્થળાંતર શરૃ કરી દીધું હતું.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે અત્યાર સુધી હવાઈ હુમલાં થતાં હતાં. બંને પક્ષે રોકેટો છૂટતાં હતા. પરંતુ હવે એ સંઘર્ષ યુદ્ધમાં ફેરવાય જાય તેવી પ્રબળ સંભાવના સર્જાઈ છે. ઈઝરાયેલે ગાઝા સરહદે સૈનિકો મોકલીને સંપૂર્ણ યુદ્ધનો સંકેત આપ્યો છે. ઈઝરાયેલે આક્રમકતાથી પેલેસ્ટાઈન સમર્થક ઉગ્રવાદી સંગઠન હમાસના રોકેટ હુમલાનો જવાબ આપ્યો હતો અને એક પછી એક ૬૦૦ એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો છે. આ એરસ્ટ્રાઈક દરમિયાન હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા.