ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં ગઈકાલે મધરાતે અસામાન્ય બોમ્બ વર્ષા કરતાં ઓછામાં ઓછાં 85 પેલેસ્ટાઇનીઓને મારી નાખ્યા છે. તેણે હમાસનાં લશ્કરી થાણાઓ ઉપરાંત અનેક ઘરો ઉપર પણ બોમ્બ અને મિસાઇલ વર્ષા કરતાં સમગ્ર ગાઝા શહેર અને ગાઝાપટ્ટીના વિસ્તારો ખંડેર બની ગયા છે.
આ પૂર્વે ઈઝરાયલી સેનાએ પેલેસ્ટાઇનીઓને ઉત્તરમાં જતા મેઈન હાઈવેનો ઉપયોગ ન કરવા કડક ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે માત્ર દક્ષિણનો 'કોસ્ટલ રોડ' (સમુદ્ર તટનો માર્ગ) તમો વાપરી શકશો.