ઇઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયલી સૈનિકો ગાઝા પટ્ટીની સૌથી મોટી હોસ્પિટલમાં અલ-શિફા હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી મળી રહી છે. હવે હમાસનું કમાન્ડ સેન્ટર ઇઝરાયલી સૈનિકોના નિશાના પર છે. ઈઝરાયેલનો દાવો છે કે અલ-શિફા હોસ્પિટલ નીચે હમાસનું કમાન્ડ સેન્ટર છે. હમાસની સાથે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓ તેનો ઉપયોગ હથિયારો અને બંધકોને છુપાવી રાખવા માટે કરી રહ્યા છે.