પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં એક સાથે ઉભા છે. દરમિયાન, ઇઝરાયેલમાં આ દર્દનાક હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 900 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા વળતા હુમલામાં 690 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે હમાસે ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટી પર હુમલા બંધ નહીં થાય તો તે ઈઝરાયેલના બંધકોને મારી નાખશે. હમાસ દ્વારા ઈઝરાયેલના 30થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે.