ઈઝારાયેલમાં હમાસના હુમલામાં નેપાળના 10 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ જાણકારી ઈઝરાયેલ સ્થિત નેપાળ દુતાવાસના અધિકારીએ આપી છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનો આદેશ અપાયો છે. હમાસે ઈઝરાયેલ પર શનિવારે અચાનક હુમલો કરી દીધા બાદ ચારેકોર અફરાતફરી સર્જાઈ છે.