ઈઝરાયલ અને હમાસે ગુરુવારે સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા. 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝા પટ્ટી માં વિશાનના દૃશ્યો જોવા મળ્યા. મોટાભાગના ઈઝરાયલ (Israel)માં જીવન ઠપ થઈ ગયું અને 200થી વધુ લોકોનાં મોત થયા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે ગાઝા પટ્ટીમાં 11 દિવસ ચાલેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એક તરફી સંઘર્ષવિરામને મંજૂરી આપી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે હુમલાઓને રોકવા માટે અમેરિકા (USA) તરફથી દબાણ ઊભું કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંઘર્ષવિરામની ઘોષણા પર નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું કે, તેમના સુરક્ષા મંત્રીમંડળે ઈઝરાયલના સૈન્ય પ્રમુખ અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની ભલામણ બાદ સંઘર્ષવિરામના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનમાં મહત્વ્ પૂર્ણ ઉપલબ્ધિઓ પણ મળી છે ખૂબ જ અભૂતપૂર્વ છે. નિવેદન મુજબ, રાજકીય નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે વાસ્તવિક હકીકત ઓપરેશનનુ; ભવિષ્ય નક્કી કરશે. ઈઝરાયલી વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનને હમાસ માટે ધમકી માનવામાં આવી રહ્યું છે.