ઈઝરાયેલ અને હમાસ સંગઠન વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ ગઈ છે. ૨૦ વર્ષ પછી સામ-સામા હજારો રોકેટ હુમલા થયા હતા. હમાસ આતંકવાદી સંગઠને એક પછી રોકેટ છોડયા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે એક જ રાતમાં ૧૦૦૦ રોકેટ હુમલાં કર્યા હોવાનો દાવો થયો હતો. મૃત્યુ આંક ૮૩ થયો હોવાનું એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.
ઈઝરાયેલે હમાસ સંગઠનને વળતો જવાબ આપીને લગભગ ૧૦૦૦ કરતાં વધુ રોકેટ છોડયા હતા. એમાં હમાસના ૧૧ કમાન્ડર માર્યા ગયા હોવાનો દાવો થયો હતો. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ૮૩ લોકોનાં મોત થયા હતા એવું ગાઝા હેલ્થ ઓફિસરે કહ્યું હતું. ૪૮૦ કરતાં વધુને ઈજા પહોંચી છે. તેની સામે સાત લોકો ઈઝરાયેલમાં માર્યા ગયા હોવાનો દાવો થયો હતો. ઈઝરાયેલમાં મૃત્યુઆંક વધ્યો હોવાના અહેવાલો રજૂ થયા ન હતા.