લેબનોના દક્ષિણ ભાગમાં ઇઝરાયેલના લશ્કર અને હીઝબુલ્લાના આતંકવાદીઓ વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. ઇઝરાયેલના લશ્કરે છેલ્લા ૨૪ કલાકમાં હીઝબુલ્લાહના બટાલિયન કમાન્ડર સહિત ૪૫ને આતંકીને ઠાર કર્યા છે. જ્યારે હીઝબુલ્લાહે ઇઝરાયેલના પાંચ સૈનિકો મારી નાખ્યા છે અને અનેકને ઇજા પહોંચાડી છે. ગાઝામાં ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં ૧૧ના મોત થયા છે. આ દરમિયાન જોર્ડન સરહદેથી ઇઝરાયેલમાં પહેલી વખત હુમલો થયો છે. તેમા ઇઝરાયેલના સૈનિકોએ એકને ઠાર કર્યો છે.