ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ પર મિસાઈલ છોડી છે. સીરિયાના મીડિયા અનુસાર, આજે (રવિવારે) સવારે દમાસ્કસમાં ‘રહેણાંક’ ઇમારતો પર ઇઝરાયેલના મિસાઇલ હુમલામાં નાગરિકો સહિત કુલ 15 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગયા વર્ષે 10 જૂન 2022ના રોજ ઈઝરાયેલે દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં એરપોર્ટના રનવે સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું.