અમેરિકાએ યેરુસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે માન્ય ગણ્યું ત્યારથી પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે ફરીથી તંગદિલી વધી છે. આ મુદ્દે ગાઝા પટ્ટી સરહદી વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલાં પેલેસ્ટાઈનના નાગરિકો ઉપર ઈઝરાયેલે બોમ્બમારો અને ફાયરીંગ કરતાં 12થી વધુનાં મોત અને હજારથી વધારે પ્રદર્શનકારીઓ ઘાયલ થયાં હોવાનાં અહેવાલ છે.