દિલ્લી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ISIS સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓને દિલ્લી પોલીસે ઝડપી પાડ્યાં છે. ઓખલાના જામિયાનગરમાંથી આતંકી સાથે સંકળાયેલું દંપતિ ઝડપાયું છે. જહાંજેબ સામી અને હિના બશીર બેગની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્લી પોલીસ કમિશનરે જણાવ્યું કે આ દંપતિ ISISના ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલું છે. જામિયાનગરમાં આ દંપતિ CAA વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યું હતું ત્યારે પોલીસે ઝડપી પાડ્યું છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
બંને પતિ-પત્ની જમ્મૂ કાશ્મીરના શ્રીનગરના રહેવાસી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ દંપતિએ 'ઇન્ડિયન મુસ્લિમ યુનાઇડેટ'ના નામથી એક સોશિયલ મીડિયા પેજ બનાવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય CAA અને NPR વિરુદ્ધ પ્રદર્શનકારીઓને એક કરવાનો હતો.