નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદ, ગુજરાત અને ભારતને બરબાદ કરવાના પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ખુલાસો થયો છે કે, ISIના ઈશારે અમદાવાદની કાલુપુર રેવડી બજારમાં દુકાનોમાં આગ લગાવાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જેમાંથી એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
20 માર્ચે રેવડી બજારની 5 દુકાનોની આગ લગાવાઈ હતી
ગત 20 માર્ચના રોજ અમદાવાદના પાંચકુંવા વિસ્તારમાં રેવડી બજારમાં આવેલી દુકાનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગની ઘટનામાં આગની ઝપેટમાં 5 દુકાનો આવી હતી. જેથી કાપડના જથ્થામાં નુકસાન થયું હતું. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું ફાયર બ્રિગેડના ધ્યાને આવ્યું હતું. પરંતુ તપાસ કરતા તેનુ કનેક્શન ISI સાથે નીકળ્યું છે.