ફોર્ચ્યુન મેગેઝિને (Fortune Magazine) ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રી ઇશા અંબાણી અને પુત્ર આકાશ અંબાણીનો પોતાની ‘40 અંડર 40’ની યાદીમાં સમાવેશ કર્યો છે. મેગેઝીને આ વખતે વિત્ત, ટેકનિક, હેલ્થકેયર, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ કેટેગરીમાં લિસ્ટ જાહેર કર્યું છે.
મેગેઝીને દરેક કેટેગરીમાં દુનિયાની 40 હસ્તીઓનો સમાવેશ કર્યો છે. યાદીમાં સામેલ કરાયેલા બધા લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી છે. ઇશા અને આકાશ અંબાણીનો ટેકનોલોજી કેટેગરીમાં સમાવેશ કરાયો છે. ફોર્ચ્યુનના મતે ઇશા અને આકાશ અંબાણીએ જિયોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બંનેએ ફેસબુક સાથે 9.99 ટકાની ભાગીદારી માટે 5.7 અરબ ડોલરની મેગા ડીલને સફળતાપૂર્વક પુરી કરી છે. ગુગલ, ક્વાલકોમ, ઇન્ટેલ જેવી કંપનીઓને રિલાયન્સ સાથે જોડવા અને તેમની પાસેથી રોકાણ મેળવવાનું કામ પણ આ બંનેના નેતૃત્વમાં પુરુ કરવામાં આવ્યું હતું.