અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. ઇસનપુરમાં લૂંટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. આ હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ખસેડવામા આવ્યો છે. તેમજ ઝપાઝપીમાં આરોપી પણ ઘાયલ થયો હતો.