વેલેન્ટાઇન ડેના રોજ સ્કૂલોમાં મા- બાપનું પૂજન કાર્યક્રમ યોજવાના સુરત જિલ્લા DEOના પરિપત્રથી વિવાદ ભડકી ઊઠ્યો છે. કોંગ્રેસે તેને ભાજપનું નાટક ગણાવ્યું હતું. જે અંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મા-બાપના પુજન માટેના સુરત જીલ્લા DEOના પરીપત્રને ફતવો અને નૌટંકી કહીને કોંગ્રેસે પોતાની કુતર્ક અને કુવિરોધની વિકૃત માનસિકતા છતી કરી છે. શું મા-બાપનું પુજન એ ફતવો કે નૌટંકી છે ? કોંગ્રેસે આ પ્રકારના શબ્દો વાપરીને કુટુંબ અને સમાજની સંસ્કાર પરંપરાનું અપમાન કર્યું છે. બાળકમાં મા-બાપના પૂજનના સારા લક્ષણો આવે તેને સ્વીકાર-આવકાર આપવાને બદલે કોંગ્રેસે માત્ર વિરોધ-વિવાદ કરીને સસ્તા પ્રચારની રાજનીતિ ન રમવી જોઈએ. મા-બાપના પુજનને ફતવો અને નૌટંકી શબ્દ સાથેના કોંગ્રેસના નિવેદનને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું.
વધુમાં પંડયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર અભ્યાસલક્ષી અને રોજગારલક્ષી ન હોવું જોઈએ. તે જ્ઞાન, સમજણ અને સંસ્કારનું કેન્દ્ર બિંદુ છે. સંસ્કૃતિ અને જાગૃતિનું વિચાર બિંદુ છે. શિક્ષણએ સારા માણસ અને સારા નાગરિક બનાવવાની એક પ્રક્રિયા પણ છે. મા-બાપ એ ધરતી ઉપરના ભગવાન છે. તેમનું પૂજન કરવાં બાળકોને કહેવું, તેમાં કોંગ્રેસને ખરાબ શું લાગે છે ? કોઈપણ મુદ્દે કે ઘટનામાં કુતર્ક આપીને ઘણીવાર કોંગ્રેસે જાગતા કે ઊંઘમાં માત્ર વિરોધ, વિરોધ, વિરોધ અને વિવાદ, વિવાદ, વિવાદ ઊભો કરવો એ જ વિપક્ષની ભૂમિકા ન હોઈ શકે. કયારેક જનસેવા, લોકકલ્યાણ અને સંસ્કારલક્ષી કાર્યક્રમો વિચારો-નિવેદનો પણ કરવા જોઈએ. સમાજ માટે કે દેશ માટે જે સારૂં હોય તેનો કોંગ્રેસ વિરોધ કેમ કરે છે ? કોંગ્રેસે જનહિત અને દેશહિત માટે કાર્ય કરવા માટે વિપક્ષ તરીકેના યોગ્ય લક્ષણો મેળવવા અને કેળવવા જોઈએ. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.