કોરોના સંકટના કારણે સમગ્ર દેશમાં 23 માર્ચથી લઈ 3 મે સુધીનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વર્તમાન અર્થવ્યવસ્થાને કેવી રીતે પુન:જીવિત કરી શકાય તે સંદર્ભમાં દેશના 50 IRS (ઇન્ડિયન રેવન્યુ સર્વિસ) અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચનો મોકલ્યા છે. જેમાં તેમણે ધનિક લોકો પાસેથી કોવિડ ટેક્સના નામ પર 40 ટકા સુધી ટેક્સ વસૂલવાનું સૂચન આપ્યું છે.
IRS અધિકારીઓ તરફથી વડાપ્રધાનને મોકલવામાં આવેલા સૂચનમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો એક વર્ષમાં 1 કરોડથી વધારે કમાય છે, તેમનું ટેક્સ રેટ 40 ટકા સુધી વધારી શકાય છે. કેટલાક અન્ય સૂચન પણ આપવામાં આવ્યા છે, જેમાં વેલ્થ ટેક્સ ફરી શરુ કરવો, 10 લાખ રુપિયાથી વધારે ટેક્સ યોગ્ય કમાણી પર 4 ટકા કોવિડ-19 સરચાર્જ, ગરીબોના ખાતામાં એક મહિનામાં 5 હજાર રૂપિયા સુધી ડાયરેક્ટ કેસ ટ્રાન્સફર અને હેલ્થકેર સેક્ટરમાં કોર્પોરેટ તથા બિઝનેસ માટે 3 વર્ષના ટેક્સ હોલિડેની જાહેરાત સામેલ છે . 50 IRS અધિકારીઓના આ સમૂહનું માનવું છે કે આનાથી લોકડાઉનને આર્થિક નુકસાનની કેટલીક ભરપાઈ કરી શકાય છે .
બીજી તરફ નિકાસકારોના સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશને (FIEO) સરકારને નિકાસ વિશે એલર્ટ કર્યુ છે .તેમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન લાંબા સમય સુધી ચાલ્યુ તો નિકાસમાં ઘણી સમસ્યા આવી શકે છે. તેનાથી મોટા પ્રમાણમાં રોજગારી જવાની સંભાવના વધી જશે છે. ફિઓએ જણાવ્યુ કે, જો લોકડાઉન લાંબા સુધી ચાલ્યુ તો તેનાથી નિકાસકારોની ઘણી મુશ્કેલી વધી શકે છે. ફિઓના અધ્યક્ષ શરદ સરાફે જણાવ્યુ કે, બાંગ્લાદેશ, દુબઈ અને બ્રિટન જેવા કેટલાક દેશોએ લોકડાઉન સમાપ્ત કરવા માટે હવે સમાધાન તથા દિશા -નિર્દેશ તૈયાર કરી દીધા છે.