અમદાવાદ માટે આવતો રવિવાર યાદગાર બની રહેવાનો છે. વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર - બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. ખાસ કરીને રવિવારે રાત્રે મેચ પૂર્ણ થશે તે સાથે જ ભારતની જીતની સંભાવનાએ વિજય સરઘસો નીકળશે તેવી ગણતરી માંડીને બંદોબસ્ત ગોઠવાયો છે.