Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં આયર્ન ઓરની આયાત જકાત માત્ર ૨.૫ ટકા હોવાથી સ્ટીલ મિલો તેનો ભરપુર લાભ ઉઠાવી રહી છે

મેકયુરી કેપિટલની આગાહી ૨૦૧૯મા સરેરાશ ભાવ ૬૪ ડોલર રહેશે

ઈબ્રાહીમ પટેલ

મુંબઈ, તા. ૩: છેલ્લા ત્રણ સપ્તાહમાં આયર્ન ઓરના ભાવમાં ૧૫ ટકાનું ગાબડું પડ્યું હતું, અને ૨૦૧૯મા પણ વધવાના કોઈ ઉજળા ચિન્હો જોવાતા નથી. ચીનના બેન્ચમાર્ક રીબાર સ્ટીલ વાયદામાં નજીવો સુધારો આવતા ભાવ ઘટતા અટકી બેર (મંદીનું) કરેકશન આવતા સપ્તાહાંતે સહેજ સુધર્યા હતા. ૬૨ ટકા સ્ટીલ કન્ટેન્ટનાં સ્પોટ ભાવ નવેમ્બર અંતે, ૯ નવેમ્બરની ઊંચાઈ ટન દીઠ ૭૭.૨૦ ડોલરથી ઘટીને ૬૫.૯૫ ડોલર મુકાયા હતા, જે બુધવારે એક તબક્કે ૬૪.૨૫ ડોલરની મધ્ય જુલાઈ પછીની બોટમે હતા. ભાવમાં નજીવા સુધારાની હજુ પણ જગ્યા છે.

ભારત અને ચીન જેવા દેશોમાં આર્થિક વિકાસ ધીમો પડ્યો, હવે મેન્યુફેકેચરીંગ ક્ષેત્ર ધીમાં પડ્યા છે, ક્રેડીટ ગ્રોથ નકારાત્મક થયા છે, આગામી મહિનાઓમાં મોસમી શિયાળુ બાંધકામ પ્રવૃત્તિ ધીમી પડશે, તેથી માંગ પણ દબાણમાં રહેશે તેના સંકેતો પણ મળવા લાગ્યા છે.  આ ઘટનાને  જાગતિક આયર્ન ઓર બજારમાં આવેલી વેચવાલી સાથે જોડીને જોવામાં આવે છે. આ બધાની સર્વાંગી અસરે સ્ટીલના ભાવ દબાણમાં આવી ગયા, પરિણામે સ્ટીલ મિલોનો નફો પણ ખરડાયો છે. જો ભારત અને ચીનમાં ક્રેડીટ ગ્રોથ વધુ ધીમો પડશે તો આ સાયકલ લાંબો સમય ચાલશે.

ઓસ્ટ્રેલીયાથી ચીનમાં આયાત થતા હાઈ-ગ્રેડ ઓરના ઊંચા ભાવને કારણે સ્ટીલ મિલોના માર્જીન સંકળાવા લાગતા હવે મિલો પણ વિદેશથી અને સ્થાનિક ખાણોમાં લો ગ્રેડના ઓરનો આગ્રહ કરવા લાગી છે. ફોર્તેસ્ક્યુ ગ્રુપ જે ચીન માટે નવા મીડીયમ ગ્રેડના આયર્ન ઓરને બજારમાં મુકવા તરફ આગળ વધી રહી છે, તેમના માટે કમનસીબે આ ખોટો સમય છે. શુક્રવારે ચીને પીએમઆઈ (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) રજુ કર્યા પહેલા, મેકયુરી કેપિટલ જેણે ૨૬ નવેમ્બરે આયર્ન ઓરના ભાવ બાબતે મોટો આશાવાદ જાહેર કર્યો હતો. હવે મેકયુરી પણ કહેવા લાગ્યું છે કે નવા વર્ષમાં ભાવ ૬૫થી ૭૫ ડોલર રહેશે તેણે ૨૦૧૯ની ભાવ સરેરાશ ૬૪ ડોલર મૂકી છે.

મેકયુરી કહે છે કે શિયાળુ મોસમી માંગ ઘટાડો અને એવી બીજી ઘટનાઓ ટૂંકાગાળાની હોવાથી હાલમાં જે સેલ ઓફ આવ્યું છે તેણે સ્ટીલ અને ઓરના ભાવ પર અસર ઉભી કરી છે, આ બધી દુર્ઘટનાઓ અને પુરાંત સ્ટોક લાંબાગાળે સરભર થઇ જશે. મેકયુરી તો એમ પણ કહે છે કે ભાવ દબાણમાં આવ્યા છે, ત્યારે રોકાણકારોએ ટ્રેડીંગ તકનો લાભ પણ લેવો જોઈએ. આ ઘટના દર વર્ષે બનતી મોસમી ઘટના છે અને ગ્રાહકોએ ૨૦૧૯ના વેપાર માટે સીઝનલ રી-સ્ટોકીંગ માટે એન્ટ્રી પોઈન્ટ તરીકે વર્તમાન ઘટનાનો લાભ લેવો જોઈએ. આપણે બજારમાં સક્રિય બનીએ ત્યાં સુધી, આ તબક્કે બજાર કઈ તરફ પ્રયાણ કરે છે, તેને ધ્યાને લેવાની પણ જરૂર છે.            

ભારતમાં તો કર્ણાટક અને ગોવા રાજ્યની ખાણો બંધ પડી ગઈ છે, ત્યારે સપ્લાય અછત વિશે તર્કવિતર્ક થવા લાગ્યા છે, ઉદ્યોગ કહે છે કે માલની અછત પેદા થઇ છે, તેથી ભાવ અને આયાત વધ્યા છે. ભારતમાં આયર્ન ઓર પરની આયાત જકાત માત્ર ૨.૫ ટકા જેટલી નીચી હોવાથી સ્ટીલ મિલો તેનો ભરપુર લાભ ઉઠાવી રહી છે. આયર્ન ઓરના ઉત્પાદનની વાત કરીએ તો કર્ણાટકની તમામ ખાણો પર વાર્ષિક ૩૦૦ લાખ ટન ઉત્પાદનની મર્યાદા સુપ્રીમ કોર્ટે લાગુ પાડીને રાખી છે, એટલુંજ નહિ તેઓ ઈ-ઓકશન દ્વારા જ વેચાણ કરીએ શકે છે. વેપારીઓ સાથે મુક્ત મને ભાવ નિર્ધારિત કરીને માલ વેચવા પર પણ નિયંત્રણો મૂકી દેવામાં આવ્યા છે. સ્ટીલ ઉદ્યોગ દ્વારા ઉપલબ્ધ ડેટા મુજબ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન આયર્ન ઓરની આયાત ગતવર્ષના સમાનગાળાથી ૧૮૩ ટકા વધીને ૭૯.૭ લાખ ટન થઇ છે, જેમાંથી ૬૫ ટકા આયાત ઓસ્ટ્રેલીયાથી થઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ