તત્કાલ ટિકિટ બુકિંગ માટે એક મહત્વપૂર્ણ સમસ્યા સામે આવી છે, જ્યાં IRCTC (Indian Railway Catering and Tourism Corporation)ની વેબસાઇટ ખોલવા પર એક મેસેજ આવી રહ્યો છે, જેમા લખવામાં આવ્યું છે કે મેઈન્ટેનન્સના કારણે વેબસાઈટ બંધ છે. જોકે, 11 વાગ્યે શરૂ થતી તત્કાલ બુકિંગની પ્રક્રિયા માટે તમામ યાત્રીઓ સજ્જ થયા હતા, પરંતુ વેબસાઇટ ખોલતા જ એક મેસેજ જોવા મળ્યો, જે કહેતું હતું કે મેન્ટેનન્સના કારણે વેબસાઈટ ઉપલબ્ધ નથી.