ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ફાઇનલ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી તમે જાણી શકશો કે કઇ ટ્રેનમાં કેટલી સીટ ખાલી છે. હવેથી તમે સરળતાથી આઇઆરસીટીસી (IRCTC)ની વેબસાઇટ પર કોઇ પણ ટ્રેનનું રિઝર્વેશન ચાર્ટ જોઇ શકશો. રેલવેના આ નિર્ણય બાદ તમારે TTE (મુસાફરી ટિકિટ પરીક્ષક)ના આંટાફેરા નહીં ખાવા પડે. તેમજ મુસાફરો કોઇપણ ટ્રેનની ટિકિટ બુક કરતાં સમયે લાઇવ સ્ટેટસ પણ જાણી શકશે.
જણાવી દઈએ કે, ટ્રેનમાં ચાર્ટ બન્યા પછી રેલવે તેને IRCTCની વેબસાઇટ પર મૂકશે. નવી સિસ્ટમમાં ટ્રેન નીકળે તેના ચાર કલાક પહેલાં જે ચાર્ટ બનશે તેની માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવશે. બીજો ચાર્ટ 30 મિનિટ પહેલાં ઉપલબ્ધ હશે. બીજા ચાર્ટમાં પહેલાં ચાર્ટ પછી કેન્સલ થયેલી ટિકિટો બાદ ખાલી પડેલી સીટોની માહિતી હશે.
નોંધનીય છે કે, આ ચાર્ટમાં ખાલી સીટો જોઇને તમે TTEને સીધા જ સીટ એલોટ કરવા માટે કહી શકો છો. નવો ચાર્ટ મોબાઇલ અને ડેસ્કટોપ બન્નેમાં દેખાશે.