ઈરાને જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાક ખાતે આવેલા અમેરિકાના મિલિટરી એરબેઝને નિશાન બનાવીને પર હુમલો કર્યો. મળતી માહિતી પ્રમાણે, ઈરાને ઈરાકના અનબર પ્રાંતમાં આવેલા એન અલ-અસદ બેઝ અને ઈરબિલમાં એક ગ્રીન ઝોન (અમેરિકન સૈન્ય ઠેકાણા) પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ વચ્ચે ભારતમાં ઈરાનના રાજદૂત અલી ચેગેનીએ જણાવ્યું છે કે, અમે યુદ્ધ ઈચ્છતા નથી. અમે દેશમાં શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છીએ છીએ. આવામાં ભારત જો ઈરાન અને અમેરિકાની વચ્ચે શાંતિ માટે પહેલ કરે છે તો અમે તેનું સ્વાગત કરીશું.