ઈઝરાયેલે હમાસના વડા હાનીયેહ અને હીઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા પછી મધ્ય-પૂર્વમાં દુનિયાને જેનો ડર સતાવી રહ્યો હતો તે આખરે સાચો પડયો છે. ઈઝરાયેલે અગાઉથી આપેલી ચેતવણી મુજબ તેનું સૈન્ય મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઘૂસ્યું હતું અને જમીની હુમલો કરતા હીઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતા. બીજીબાજુ અંતે ઈરાન પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કૂદી પડયું છે. ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર ૧૦૦થી વધુ મિસાઈલનો મારો કર્યો હોવાનો આઈડીએફે દાવો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલમાં તેલ અવિવ નજીક આતંકી હુમલો પણ થયો છે.