ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લાની આવતા મહિને થનારી ભારત યાત્રા રદ્ થઈ છે. ઈરાનના વિદેશ મંત્રી જે કાર્યક્રમમાં આવવાના હતા તેના પ્રમોશનલ વીડિયોમાં બતાવાયેલા કન્ટેન્ટથી ઈરાનને વાંધો પડયો હતો.
ઈરાનના વિદેશ મંત્રી આમિર અબ્દુલ્લા ગયા વર્ષે ભારતની યાત્રાએ આવ્યા હતા ત્યારે ભાજપના પ્રવક્તાઓએ ઈસ્લામ ધર્મ બાબતે નિવેદનો કરીને વિવાદ સર્જ્યો હતો. એવા માહોલમાં ભારત આવેલા ઈરાનના વિદેશ મંત્રીએ તેનો ઉલ્લેખ કરીને નારાજગી બતાવી હતી. તે સંદર્ભમાં ભારતે વિરોધ કર્યો હતો, પરિણામે વિદેશ મંત્રાલયની વેબસાઈટમાંથી એ વિગતો દૂર કરી દેવામાં આવી હતી.