અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાનના સરકારી અધિકારીઓ અને તેમના પરિવારજનોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ઘણા વર્ષોથી ઈરાની અધિકારી અને તેમના પરિવારના સભ્યો અમેરિકાની સ્વતંત્રતા અને સમૃદ્ધિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અમેરિકાના આ પગલાને જોતા બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો થઈ રહ્યો છે.