ઈઝરાયલ અને હમાસ વચ્ચે જંગ જામ્યો છે. એ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે જો ઈઝરાયલ હુમલા રોકી દેશે તો હમાસ ઈઝરાયલના નાગરિકોને મુક્ત કરી દેશે. એ નિવેદન વચ્ચે હવે ઈઝરાયલ અને હમાસ બંનેએ યુદ્ધવિરામની વાતનો ઈનકાર કર્યો હતો. ઈઝરાયલે હમાસનો સફાયો કર્યો હોવા છતાં હજુ હમાસે રોકેટ હુમલા શરૂ રાખ્યા છે. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધઆન બેન્જામિન નેતન્યાહૂએ સેનેટમાં કહ્યું હતું કે ઈરાન અને હિઝબુલ્લાહ અમારી ધીરજની કસોટી કરવાનું બંધ કરે, નહીં તો પરિણામ સારું નહીં હોય.