તેહરાનથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ યૂક્રેન એરલાઈન્સનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 176 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જે બાદ કેનેડા અને બ્રિટનના વડાપ્રધાને દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલ અથડાવાથી વિમાન ક્રેશ થયું છે. સોશિયલ મીડિયા પર પણ કેટલાક વીડિયો વાયરલ થવા લાગ્યા હતા જમાં સ્પષ્ટ રીતે જોવા મળતું હતું કે વિમાન સાથે મિસાઈલની ટક્કર વાગી હતી પરંતુ ઈરાને આ દાવાને ખોટો ગણાવીને ફગાવી દીધો હતો. પરંતુ હવે ઈરાને વિમાન ક્રેશ થવા પાછળ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.