ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો અનુસંધાને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે પ્રમાણે ગુજરાત સરકારે આઈપીએસ અધિકારી પિયુષ પૃષોત્તમદાસ પટેલની એન્ટી કરપ્શન બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે નિયુક્તિ કર્યા છે. ભુપેન્દ્ર પટેલની સરકારે આજે એક આદેશ જારી કરીને એસીબીના નવા ડાયરેક્ટર તરીકે પિયુષ પૃષોત્તમદાસ પટેલની નિમણૂક કરી છે